સર્જક:અરદેશર ખબરદાર
વિકિસ્રોતથી
તેમનું પૂર્ણ નામ અરદેશર ફરામજી ખબરદાર હતું તેઓ ‘અદલ’ ઉપનામે સાહિત્ય રચના કરતાં. ગુજરાતી સાહિત્યના પારસી કવિઓમાં તેઓ મોખરાનું સ્થાન ધરાવે છે. ‘ગુણવંતી ગુજરાત’ અને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કાવ્યો થકી તેઓ અમર કીર્તિ પામ્યા છે. તેમનો જન્મ દમણમાં થયો હતો અને ત્યાં જ વસેલા હતા. તેઓ માત્ર પ્રાથમિક શિક્ષણ પામેલા હતા અને મોટર-સાઇકલનો સામાન વેચવાનો ધંધો કરતા હતા. અનન્ય વતનપ્રેમ તેમનામાં છલકાતો હતો.
કાવ્યસંગ્રહો [ફેરફાર કરો]
‘કાવ્યરસિકા’, ‘વિલાસિકા’, ‘પ્રકાશિકા’, ‘ભારતનો ટંકાર’, ‘સંદેશિકા’, ‘કાલિકા’, ‘ભજનિકા’, ‘રાસચંદ્રિકા-1′, ‘દર્શનિકા’, ‘રાષ્ટ્રિકા’, ‘કલ્યાણિકા’, ‘રાસચંદ્રિકા-2′, ‘નંદનિકા’, ‘ગાંધીબાપુ’, ‘કીર્તનિકા’)
(જન્મ: ૦૬-૧૧-૧૮૮૧, મૃત્યુ: ૩૦-૦૭-૧૯૫૩)