સર્જક:દલપતરામ

વિકિસ્રોતથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
દલપતરામ

ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારકોમાં કવિ દલપતરામ ડાહ્યાભાઈનું નામ અગ્રગણ્યોમાં છે. સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં ઇ.સ. ૧૮૨૦ના જાન્યુઆરી મહિનાની ૨૧મી તારીખે તેમનો જન્મ થયો. ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું ને ત્યાં સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. બચપણમાં એમણે ‘કમળલોચિની’ અને હરિદંતી’ નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. ‘જ્ઞાનચાતુરી’ નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.


આ પણ જુઓ [ફેરફાર કરો]

દલપતરામ, ગુજરાતી વિકિપીડિયા પર