સભ્ય:Gautam Kotila

વિકિસ્રોતમાંથી

કોટીલાની વીરકથા

        એક સમયે જ્યા કોટીલાઓની હાક ડાકવાગતી. તેવા ડેડાણમા સુમેસર કોટીલાએ પાંચસો વર્ષ પૂર્વેપોતાની 'પાણી! પાણી!' પુકારતી રૈયતને કારણે મધરાતેદેવી ખોડિયારના ઘોર મંદિરમા પેટે કટારી ખાવાની તૈયારી કરી.

ત્યારે દેવીનો ચૂડલિવાળો હાથ બહાર નીકળ્યો, સુમેસરની કટારઝાલી રાખી અને એ પરમાર્થભક્તના ઘોડાના ડાબલા પડ્યા તેટલા વા'માં એક રમ્ય,અતિ રમ્ય અપ્સરા જેવી નાની શી નદી રેલાવી.

          એ નાવલી નદીને કાંઠે, કુંડલા ગામના ટીંબા પર,સુમેસરથી ૭મી પેઢીએ સમર્થ દેવો કોટીલો પાક્યો.

દીકરિયું દૈવાણ, માગેવા મોળિયુ, (તેને)તરવાર્યુંતરકાણ તેં દીનૈયું, દેવલા !

[હે દેવા ! તારી દીકરીઓની માંગણી કરનાર તરકોને તે શું દીધું ?તરવારો દીધી !]

      ખૂબી તો એ છે કે દીકરીઓ એની પોતાની પણ નહોતી,પારકીઓને પોતાની કરી પાળી હતી. 

. કથા આમકહેવાય છે કે પાલિતાણાના હમીર ગોહિલની બે દીકરીઓ, બન્ને પદમણી , કોઈ દુષ્ટ ચારણે જઈ એ દીકરીઓના રૂપ વિશેજૂનાગઢના નવાબના કાન ભંભેર્યા (કહેવાય છે કે ચારણેપાલિતાણે જઈ હજમ થઈને રહ્યો. કુંવરીઓના નખ ઉતારીનેચાલ્યો ગયો. નવાબની સમક્ષ એ નખ સૂર્યના તાપમાં મૂક્યા,તુરંત જ નખ ઓગળી ગયા, નવાબ માન્યો કે પદમણી સાચી)

       નવાબે ગોહિલરાજ પર દબાણ કર્યુ કે, દીકરીઓ પાદશાહજોડે પરણાવો.

પછીતો ગોહિલપતિની પુત્રીઓની વેલડી રાજેરાજમા ફરવા લાગી . કોઈ રાખો, કોઈ રાખો ! પણ પાદશાહી શિકારને કોણ સંઘરે ? વેલ કુંડલે આવી . ચોરે બોંતેર શાખના બાબરિયા હકડેઠઠ બેઠા છે : પૂછ્યુ કે, કોનુ વેલડું ?જવાબ મળ્યો કે, મોતનુ વેલડું !દહીવાણ દેવો કોટીલો ગાજ્યો : 'અમે એ વેલડું છોડાવશું, બેયકુંવરી અમારી પેટની દીકરીયું થઈ રહેશે. ભલે આવેનવાબની ફોજું : મરી મટશું !'

           નવાબના નિશાન ફરુક્યા : પણ કુંડલામાં કોઈ વંકો ડુંગરન મળે ! દેવો કહે, ઓથ ક્યા લેશું ? રાતેઆઈચામુંડાદેવી સ્વપ્ને આવી કે, 'બીજે ક્યાંય નહી, આંહી 'ભરોસે'ડુંગરે જ રહેજો; બાપ! આકડા એટલા અસવાર થાશે નેગેબના નગાર ગગડશે !'
       યુદ્ધ ચાલ્યુ. બોંતેરમાંથી સાત શાખાઓ તો સમૂળી જખપી ગઈ. બીજી શાખાઓના થોડા થોડા છોકરારહ્યા : કોઈતરવાર ઝાલનારા ન રહ્યા. પણ આશરે આવેલીદીકરીઓબચાવી. એવા દેવા દહીવાણાની વીરગાથા રચાણી કે --

॥ માંડી મેઘાણા, તે ભરોસે ભવાઈ;ખેળા ખાન તણા નત રાવત નાસાડવા ॥ [ ભરોસા નામના ડુંગર પર તે યુદ્ધરૂપી નાટક આદર્યું, નેતેમા નવાબના ખેળા(નટો)ને તેં નસાડ્યા. ]

॥ ડખડખિયું ડાર, ડાઢાળો ડખિયો નહિ ;ઘરકે ઘુંઘણિયાળ, દળ બે આડો દેવડો. ॥ [ જેમ વરાહ(જંગલી ભૂંડ)હંમેશા પોતાના સામર્થ્યના મદમાં જળાશય ઉપર બેસિંહોની વચ્ચે જ ઉભો રહીને પાણી પીએ છે, તેમ તું પણ, હેતલવારરૂપી દાતરડીવાળા વરાહ, બે લશ્કરોની વચ્ચેઉભો રહી લડ્યો. તારૂ કુટુંબ વીંખાઈ ગયું, પણ તું ન ખસ્યો.)

==> ગુજરાતની ધરતી તો આવા વીર રત્નોની ખાણ છે, શત્શત્ પ્રણામ આવા વીરો અને તેની જનેતાઓને.....