અક્ષરના વાસી વહાલો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
અક્ષરના વાસી વહાલો
પ્રેમાનંદ સ્વામીઅક્ષરના વાસી વહાલો, આવ્યા અવનિ પર,
નવખંડ ધરતીમાં સ્વામી, છતરાયા ચાલે રાજ... અક્ષર ટેક

અવનિ પર આવી વહાલે, સત્સંગ સ્થાપ્યો,
હરિજનોને કોલ, કલ્યાણનો આપ્યો રાજ... અક્ષર ૧

પાંચે વર્તમાન પાળે, બાઈઓ ને ભાઈઓ,
હરિજન સંગાથે કીધી, સાચી સગાઈઓ રાજ... અક્ષર ૨

બાઈઓ દેખીને ભાઈઓ, છેટેરા ચાલે,
પડી વસ્તુ કોઈની, હાથે નવ ઝાલે રાજ... અક્ષર ૩

દેવના દેવ વહાલો, ધામના ધામી,
પ્રગટ પ્રભુનું નામ, સહજાનંદ સ્વામી રાજ... અક્ષર ૪

પ્રેમાનંદના સ્વામી, આનંદકારી,
પોતાના જનની વા'લે, લાજ વધારી રાજ... અક્ષર ૫