અખાના છપ્પા/અજ્ઞાન અંગ

વિકિસ્રોતમાંથી
← વેદ અંગ અખાના છપ્પા
અજ્ઞાન અંગ
અખો
મુક્તિ અંગ →



અજ્ઞાન અંગ

જ્ઞાને જે પહેરે વેષ, બહાર નીકળે દેખાદેખ;
જેમ વાઘ ગૌધણને હાળ્યો, વર્તી તે માંહી રે ભળ્યો;
તેને છે આમીષનો આહાર, પ્રસંગ મળે આખા પ્રતિકાર. ૫૯૪

પ્રવૃત્તિ નિવૃત્તિની અળગી વાત, વિચાર વિના નવ આવે ઘાટ;
જેમ કો ભાડે રથ બેઠો જાય, બળદ મરે રથ કટકા થાય;
નોહે ચિંતા તેને પ્રતિકાર, આખા જેને સતી વિચાર. ૫૯૫

પ્રવૃત્તિ નિવૃત્તિને બેઠો વારી, જેમ વેશ્યા રાખી ગૃહિણી કરી;
પ્રસંગ મળે કરતી તે કરે, વિચાર વિના સૌ એમ ઓચરે;
મન ઇન્દ્રિય ત્યાં ન કરે, આખા એમ એક વાંકું વહ્યું. ૫૯૬

થારથ વર્તે તો જ્ઞાન, જેમ કો રંક થયો રાજાન;
જેમ કરતો તેમ વળતું કરે, જૂઠું છળ વિક્રમ આચરે;
આખા કરી ન જાણ્યું રાજ, શું થયું જો તો પામ્યો સાજ. ૫૯૭


જો આખા ઓળખે આતમાં, તો સર્વ વાતની ભાગે તમા;
લાલચ લોભ જૂઠો પ્રતિકાર, સૂરિ ધામમાં નોહે અંધકાર;
શીખી સાંભળી વાતો કરે, પોતે અગ્નિ કેમ ટાઢે મારે. ૫૯૮

જ્ઞાન તણો છે સતી ઉપદેશ, ત્યાં જૂઠું ન રહે લેશ;
સાચી કથણી કઠતા જાય, ઉદર અર્થ કરે અન્યાય;
કહે આખો એનું શું ભણ્યું, ગુંજાતાપ વાનરતાપણું. ૫૯૯

જ્યારે જ્ઞાનનો ઊગ્યો રવી, તાત ગઈ રત પ્રગટી નવી;
કૃત્ય જાશે અંધારાતણાં, મોહા નીશામાં ફરતા ઘણા;
આખા નોય દરિદ્રની વાત, અમૃત ભોગ કે લાંઘણ સાત. ૬૦૦

તમાનું તે કરે અકાજ , સંસારની તે રાખે લાજ;
દેહાસુખને આતમસુખ કહે, જેમાંનું કાંઇએ નવ રહે;
જીવને મૃત્યુ છે જેવડે, એક સતી વાક્યે તે શું તૂટી પડે. ૬૦૧

ન આયુર વિદ્યા બાળ રૂપ, સ્વર ચાતુરી ન્યાય સિદ્ધ ભૂપ,
જ્ઞાન ભક્તિ વિવેક વૈરાગી, ચારે વ્રત તપ તીરથ ત્યાગ;
આખો કહે સર્વે એ ભાળ, જોતાં આપે આપનો માલ. ૬૦૨

જીવા જીવને રે અનુમાન, તાણયુમ ધનુષ આવીરે કાન;
જે જે દ્વારોમાં જીવ ભળે, તેજ રૂપી કલણમાં કળે;
મૂળગું આખા આદબા છે ઓજ, સમજે તો સમજી લે ચોજ. ૬૦૩

જેને નથી રૂપા ગુણ નામ, જોતાં તેના સઘળા કામ;
પાસર્યું આપ વિચિત્રતા ભાત, વેદે કહી એ મુખની વાત;
બહુ મુખનો મોટો મહારાજ, તો આખો શું કહે તેના કાજ. ૬૦૪

પ્રણવ પ્રકારે ઘાલ્યો ઘાટ, એક બાહેર દેખાડી વાટ;
જે છે તે ત્યાં અસંખ્યાત, શબ્દે કહિયે શબ્દની વાત;
જે છે તેને આખો કેમ કહે, તેની વાત તો તેજ જ લહે. ૬૦૫

કહે આખો મૂકી નિઃશ્વાસ, હું તો છું તારો આભાસ;
તારી વાત કરે છે તું, ઓછાંયા મધ્યે વર્તયો હું;
બહુ તેજ મધ્યે હું રહ્યો, ત્યારે શેષ ઓછાંયો ગયો. ૬૦૬

ખા સઘળા આ વસ્તુ વિનોદ, હાંસી કહો કે તત્ત્વનો બોધ;
પોતાની ઠગ પોતે સાથ, ઇચ્છા અમલ ખાધી તે હાથ;
તારું ઘેલપણું તે હું, સાજો તેતું ત્યાં તુંનો. ૬૦૭


મ આખા સહીયારી વૃત્ત, હાથો હાથ દીસે છે તર્ત;
નટતણી હાલે આંગળી, હું હાલું જાણે પૂતળી;
તેનો બોલ પોતે નટ કહે, ઊંડે વિચારે અમથું રહે. ૬૦૮