અખેગીતા/કડવું ૯ મું - વૈરાગ્યાર્ત્તિ તીવ્રતાનું રૂપ
← કડવું ૮ મું - માયાથી ઉત્પત્તિ ને નાશ | અખેગીતા કડવુ ૯ મું - વૈરાગ્યાર્તિ તીવ્રતાનું રૂપ અખો |
કડવું ૧૦ મું - ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું માહાત્મ્ય → |
કડવું ૯ મું - વૈરાગ્યાર્ત્તિ તીવ્રતાનું રૂપ
રાગ ધન્યાશ્રી
પૂર્વછાયા
આતુરતા મન અતિઘણી, જેમ મીન વિછડ્યું [૩] નીરથી,
અજ્ઞાન શિંચાણો[૪] લેઇ ચઢ્યો, તેણે દૂર નાખ્યું તીરથી. ૧ તડફડે તલપે અતિઘણૂં, વિરહ-સૂરજ શિર તપે;
સંસારરુપી ભૂમિ તાતી[૫], નીર નીર અહોનિશ [૬] જપે. ૨
કાલશિંચાણો શિર ભમે, તે તેહની દૃષ્ટેં [૭] પડે;
નીર-વોહોણૂં [૮] વપુ દાઝે,ઝાળ લાગે ને તડઅડે. ૩
નયણેં તે નીર દેખે નહીં, કળકળે કાળજ[૯] બળે;
પેટ પૂંઠે પાસુ[૧૦] વાળે, જેમ પડે તેમ દાઝે જળેં. ૪
કામધેનુના પયવિષે[૧૧], જો કોઇ મૂકે તેહનેં;
તોયે આપદા નટલી મકરનેં[૧૨], વારી વહાલું જેહને. ૫
વૈરાગ ઘણ[૧૩] ઉપરનો શરીરે, તેણે કાલજ કોર્યું માંહેથી,
વ્રેહેતણો તાપ તપે તનમાં, તે નર જીવે ક્યાંહેથી ૬
નાનાવિધનાં ભક્ષ ભોજન, તેને દીઠાં નવ ગમે;
સંસારરૂપી ભૂખ ભાગી; ઉભા તાતાં તન ભમે. ૭
નિર્વેદ[૧૪] ઉપનો નરવિષે, તે જીવપણે જીવે નહીં;
તે મરી જીવે મનવડે, જેમ કીટ ભમરી હોયે સહી. ૮
જેમ ઉધઇ ખાતે કષ્ઠને, તેનું કૃષ્ણાગર[૧૫] થૈ પરવરે;
તેમ વિરહ વૈરાગ્ય જેહનેં ભખે, તે નર હરિ થાએ સરે. ૯
કહે અખો સહુકો સુણો, નિર્વેદ ટાળે જંતને;
જે નરને ઉપજે ચેતના[૧૬], તે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦