અદ્વૈતવાત આપણી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
અદ્વૈતવાત આપણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
(ઢાળ : ઓધવ ! નન્દનો છોરો તે નમેરો થયો જો!)વ્હાલા ! ભૂલ મા અદ્વૈતવાત આપણી જો !
જોગી-જ્ઞાની જપે છે રસબાવની જો !

માયા લક્ષ્ય ને પુરૂષ તે અલક્ષ્ય છે જો !
બેની ગાંઠથી સંસાર આ સમક્ષ છે જો !

બેના સ્નેહનું અદ્વૈત રસપૂરમાં જો !
માયા વળગી રહી જ ભ્રહ્મ ઉરમાં જો !

વ્હાલા ! પ્રીત તણી રીત એવી જાણજે જો !
અલખ જ્ઞાની ! લખ લાખ રસ માણજે જો !

-૦-