અબ તો મેરા રામનામ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

અબ તો મેરા રામનામ દૂસરા ન કોઈ,
માતા છોડી પિતા છોડે છોડે સગા ભાઈ,
સાધુ સંગ બેઠબેઠ લોકલાજ ખોઈ. અબ૦

સંત દેખ દોડ આઈ જગત દેખ રોઈ,
પ્રેમ-આંસુ સંગ ડાર ડાર અમરબેલ બોઈ. અબ૦

મારગમેં તારણ મીલે, સંત રામ દોઈ,
સંત પદે શીશ રાખું રામ હ્રદય હોઈ. અબ૦

અંતમેંસેં તંત કાઢ્યો પીછે રહી સોઈ,
રાણે મેલ્યા બિખકા, પીબત મસ્ત હોઈ. અબ૦

અબ તો બાત ફૈલ ગઈ, જાણે સબ કોઈ,
દાસી મીરાં લાલ ગિરિધર, હોની હો સો હોઈ. અબ૦