અમશું કપટતણી વાતજ છાંડ
Appearance
અમશું કપટતણી વાતજ છાંડ નરસિંહ મહેતા |
અમશું કપટતણી વાતજ છાંડ, મારે ઘેર આવો તો,
કાંઈ ઉફાંડ મ માંડ, મારે ઘેર આવો તો.
જુઠાં જુઠાં મ બોલીશ, જાણું તારી વાત;
નીશા વશી રમી નાહાશી, આવ્યો છે પ્રભાત.
અંગચેહેન તારે દીસે છે ઘણાં, જોઈને વીમાસી બોલે ચતુરસુજાણ;
ઘેર આવ્યોરે શેં ન દીજે માન, નરસઈઆચો સ્વામી સુખનું નિધાન. મારે.