અમે પકડી આંબલિયાની ડાળ રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

બાઈ, અમે પકડી આંબલિયાની ડાળ રે,
જંગલ માંહી એકલી હોજી—

ઓતરને દખણથી ચડી એક વાદળી રે
વરસ્યા બારે મેઘ રે
બીજાને મારે આખડી હો જી.

નદી રે કિનારે બેઠો એક બગલો રે,
હંસલો જાણી કીધી પ્રીત રે,
મુંઢામાં લીધી માછલી હો જી—

ફૂલનો પછેડો ઓઢું પ્રેમ ઘાટડી રે,
બાઈ, મારો શામળિયો ભરથાર રે,
બીજાને મારી ચૂંદડી હો જી.

બાઈ મીરાંકહે પ્રભુ ગિરિધરના ગુણ,
બાઈ, મારો પિયુડો પરદેશ રે,
ફરુકે મારી આંખડી હો જી.

અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]


સાંયા,મેં તો પકડી આંબલિયાની ડાળરે,
જંગલ બીચ એકલી હોજી—

નદી રે કિનારે બેઠોએકબગલો,
હંસલોજાણીનેકીધોએનોસંગ રે,
મોઢામાં લીધી માછલી હો જી—

ઊડી ગયોહંસલો,ગાજે એની પાંખડી,
બાઇ,મારોપિયુડોપરદેશ રે,
ફરુકે મારી આંખડી હો જી–

માલણગૂંથી લાવે,ફૂલ કેરા ગજરા,
બાઇ,મારો શામળિયો ભરાથાર રે,
બીજારે નરની આખડી હોજી–

બાઇમીરાં કે’છે પ્રભુ, ગિરધરના ગુણ વા’લા,
શરણુંમાં રાખો મારા શામ રે,
ભજન કરીએં ભાવથી હોજી–