અરજ કરે છે મીરાં રાંકડી

વિકિસ્રોતમાંથી
અરજ કરે છે મીરાં રાંકડી
મીરાંબાઈ


પદ ૧૪ મું.

અરજ કરે છે મીરાં રાંકડી, ઊભી ઊભી અરજ કરે છે મીરાં રાંકડી, ટેક૦
માણિગર સ્વામી મારે મંદીરે પધારો, સેવા કરુ દિન રાતડી. ઊભી૦ ૧
ફૂલના રે તોરા ને ફૂલના રે ગજરા, ફુલના તે હાર ફુલ પાંખડી. ઊભી૦ ૨
ફૂલની તે ગાદી ને ફુલના રે તકિયા, ફુલની તે પાથરી પછોડી ઊભી૦ ૩
પય પકવાન મીઠાઇ ને મેવા, સેવૈયા ને સુંદર દહીડી. ઊભી૦ ૪
લવીંગ સોપારી ને એલચી તજવાળી, કાથા ચૂનાની પાનબીડી ઊભી૦ પ
સેજ બિછાવું ને પાસા મગાવું, રમવા આવો તો જાય રાતડી ઊભી૦ ૬
મીરાંબાઇ કહે પ્રભુ ગિરધરનાગર, તમને જોતામાં ઠરે આંખડી ઊભી૦ ૭