અરુણોદય
Appearance
અરુણોદય ન્હાનાલાલ |
અરુણોદય
ન્હાનાલાલ
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…
રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…
પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે….
આ કાવ્ય રચના કવિ ન્હાનાલાલ રચિત કાવ્ય નાટક જયા-જયન્ત માં વપરાયું છે. ન્હાનાલાલ
નોંધ
[ફેરફાર કરો]આ કાવ્ય રચના કવિ ન્હાનાલાલ રચિત કાવ્ય નાટક જયા-જયન્ત માં વપરાયું છે.