આંખોમાં ઊડે ગુલાલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આંખોમાં ઊડે ગુલાલ
દયારામ
હોળીગીત


લોકડિયાં દેખે છે લાલ ! આંખોમાં ઊડે ગુલાલ,
મુખડાની ખાશો ગાળ ! આ તે શું કર્યું ?

આડે દહાડે જોર ન ફાવ્યું, આજ હોળીનું ટાણું,
ઘણા દિવસની ગુંજ રીસની, આજ ઉકેલો જાણું.

જે કહેશો તે'હા જ હાવાં, નવ બાનું તે ચૂકી,
ઓરા આવો, કહું કાનમાં, 'મારા સમ દો મૂકી !

શું કરું ? જો આવી સાંકડે, મારું જોર ન ફાવ્યું,
દયા પ્રીતમ મુને કાયર કરીને, તોબાખત લખાવ્યું !

-૦-