આકાશદીપ
| આકાશદીપ ધૂમકેતુ |
પ્રકાશક:
ગૌરીશંકર ગોવરધનરામ જોશી
ખાનપુર . . . . . અમદાવાદ
[ સર્વ પ્રકારના હક્ક લેખકને સ્વાધીન. ]
મુદ્રકઃ મણિલાલ કલ્યાણદાસ પટેલ,
- સૂર્ય પ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસ,
- પાંચકૂવા; અમદાવાદ
- સૂર્ય પ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસ,
આવૃત્તિ પહેલી, નવેમ્બર, ૧૯૪૭
| અ નુ ક્ર મ : : | |
| શાપિત રાજક્ષ્મી | ૧ |
| અજાણ્યો મનુષ્ય | ૧૧ |
| ગુમ થયેલી તસ્વીર | ૧૯ |
| ખરેલાં બે પાન | ૩૦ |
| પુરુષ અને સ્ત્રી | ૩૫ |
| વસ્ત્ર ત્યાગ | ૪૫ |
| કન્યા ઈંદિરા | ૫૩ |
| વ્રજભાઇ એક રેખાંકન | ૬૩ |
| તાતિયો ભીલ | ૭૬ |
| ચમેલી | ૯૩ |
| મસ્તાની | ૧૦૭ |
| સારંગી છેડી | ૧૨૬ |
| ગુલાબ વહુ | ૧૪૦ |
| મારા પોતને માટે | ૧૫૪ |
| જન્મ પત્રિકા | ૧૬૮ |
| વાર્તા વિનાની વાર્તા | ૧૮૩ |
| શિવુભા | ૧૯૦ |
| મનની મોજ | ૨૦૦ |
પ્રસ્તાવના.
‘ચૌલુક્ય નવલકથાવલિ’ માંથી, મારે તબિયતને અંગે થોડો શ્રમ ઓછો કરવો પડ્યો, ત્યારે કેટલીક નવી જૂની વાર્તાઓનો એક સંગ્રહ કરવાની તક મળી ગઈ. અને એમાંથી આ સંગ્રહ-તેમ જ આની પછી આવી રહેલા બીજા બે સંગ્રહો – ‘પરિશેષ’ ‘વનછાયા’ વગેરે થઇ શક્યાં છે.
‘મેઘબિંદુ’નું વસ્તુ તે ઐતિહાસિક વાતાવરણ ઉપર રચાયેલું હોઇ, તદ્દન જૂદી જ રીતની ઐતિહાસિક નવલિકાઓ–કથન સ્વરૂપની એમાં આવે છે.
‘જીવનયોજના’ એવો કોઈ શબ્દ અભિમાન વિના વાપરી રાકાતો હોય તો, એ, એવા પ્રકારની છે કે, જે કાંઈ પળો મળી છે, એ એકધ્યેયી સાહિત્યપ્રયાસ કે પ્રવાસ માટે જ ખરચવી. ‘ગુપ્ત નવલકથાવલિ’ ‘ઐતિહાસિક નિબંધો’ ‘જીવન ચિરતાવલિ’ અને એવી બીજી અનેક પ્રવૃત્તિઓ, કલ્પનામાં એને અંગે રહ્યાજ કરે છે. ‘અવંતિનાથ-સિદ્ધરાજ જયસિંહ’નું ત્રીજું પુસ્તક ‘પ્રેસ’માં છે, ને ત્યાર પછી ગુજરાતના-છેલા રાજા કરણ ઘેલા સુધી આવીને એ અનુસંધાની નવલક્થાઓ ત્યાં અટકે છે.
પરંતુ આ તમામ વસ્તુઓની સાતત્યસાધના માટે જોઈતાં સમય શ્રમ, સાધન બીજી અને પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મૂક્યા વિના ન જ મળી શકે. ગુજરાતે કાંઈક પ્રક્ષાપાતથી તેમજ પ્રેમથી, મારી રંક કૃતિઓનો ઉદારતા પૂર્વક સત્કાર કર્યો છે. એટલુંજ નહિ, એ કૃતિઓના લેખક લેખે પોત પોતાને આંગણે આવવાની ઉપરાઉપરી અને વારંવારના વિનંતીઓ પણ મને હમેશાં ઠેકાણે ઠેકાણેથી મળતી જ રહી છે; પણ પ્રસ્તાવનાઓ, સભાઓ, પરિષદો, ભાષણો, ચર્ચા મંડપો વગેરેમાં બહુ ભાગ લઈ શકાતો નથી, એજ પ્રમાણે પરિચય ધરાવનારા ને ન ધરાવનારા, એવા સંખ્યા બંધ જાણીતા અને અજાણ્યા લેખક મિત્રોના કૃતિઓ તરફ નજર નાખી અભિપ્રાય અને માર્ગદર્શનની ઉત્સુકતાને પણ સંતેાષવાનું બની શક્તું નથી, એ તમામના મૂળમાં–આ ‘જીવનયોજના’જ કારણરૂપ છે. એવા વારંવારના નાકરથી એક નવા પ્રકારનો ધ્વનિ એમાંથી ઉઠીને ગેરસમજણ થવાનો સંભવ છે, એટલે આ આટલો આવશ્યક ખુલાસો કરવાનું જરૂરી લાગ્યું છે. બાકી આવા સંગ્રહની પ્રસ્તાવનામાં આવી વસ્તુને સ્થાન જ ન હોય; પણ પુસ્તકો પ્રત્યે પક્ષપાત ધરાવનાર લગભગ દરેક જણ એની પ્રસ્તાવના પણ વાંચે જ, એમ માનીને આ દ્વારા કાંઇક કહેવાનું છે તેમને એ આમાંથી મળી જ રહેશે, એટલે આટલું આંહીં લખ્યું છે, બીજા નવલિકાસંગ્રહની પેઠે આ સંગ્રહ પણ વાંચનારાઓને આકર્ષક નીવડશે તો પ્રયાસની એટલી વિશેષ સફળતા.
ખાનપુર : અમદાવાદ.
૧ : ૧૧ : ૪૭.
| આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |
