આજની ઘડી રે રળિયામણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આજની ઘડી રે રળિયામણી
રાજે


પદ ૯ મું

આજની ઘડીરે રળિયામણી.
હાં રે મ્હારા વ્હાલાજી આવ્યાની વધામણી જી રે. આજની — ટેક.

હાં રે સોહાસેણ પૂરોની સાથિયા,
હાં રે ઘેર મલપતા આવે તે હરિ હાથિયા જી રે. આજની

હાં રે સખી આલેરા વાંસ અણાવીએ,
હાં રે મારા વ્યાલાજીનો મંડપ રચાવીએ જી રે. આજની

હાં રે સુવાસણ ચાર તેડાવીએ,
હાં રે મારા વ્યાલાજીને મોતીડે વધાવીએ જી રે. આજની

હાં રેસુવાસન મળશે જે ઘડી
હાં રે મારા પ્રબુજી પધારે તે ઘડી જી રે, આજની

હાં રે મલ્યા દાસ રાજેના સ્વામી ફાંકડા,
હાં રે હું તો મોહી રહી મૂછના આંકડા જી રે. આજની