આજ વસંત પ્રથમ દિન
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આજ વસંત પ્રથમ દિન પ્રેમાનંદ સ્વામી |
આજ વસંત પ્રથમ દિન આવ્યો, સહુ જનને સુખકારી;
છૂટી લાજ આજથી સજની, ઊપજ્યો આનંદ ભારી... ૧
વન તરુ લતા વેલી પ્રેમાતુર, નવ પલ્લવ થઈ સારી;
કુંજ કુંજ પ્રતિ કોકિલા સુંદર, બોલત વસંત ખુમારી... ૨
શ્રી ઘનશ્યામ પિયા સંગ રમવા, અતિ આતુર વ્રજનારી;
અંગો અંગ ફૂલી સહુ અબળા, નૌતમ નેહ વધારી... ૩
રચ્યો મનોરથ રમવા સારુ, થઈ તરુણી સહુ ત્યારી;
તન મન ધન ઘનશ્યામ છબી પર, પ્રેમાનંદ બલિહારી... ૪