આરોગ્યની ચાવી/ભાગ બીજો:૫. વાયુ - હવા

વિકિસ્રોતમાંથી
← ૪. તેજ આરોગ્યની ચાવી
૫. વાયુ - હવા
મોહનદાસ કરમચંદ ગાંધી


૫. વાયુ - હવા

જેમ ચાર તેમ આ પાંચમું તત્વ પણ અત્યંત ઉપયોગી છે. જે પાંચ તત્ત્વનું પૂતળું બન્યું છે તેમાંના એકેય વિના મનુષ્ય નભી ન જ શકે. એટલે વાયુથી કોઈએ ડરવું ન જોઈએ. જ્યાં જઈએ ત્યાં ઘરમાં વાયુ અને પ્રકાશને આપણે બંધ કરી આરોગ્યને જોખમમાં નાખીએ છીએ. ખરું જોતા બચપણથી જ હવાનો ડર ન રાખતાં શીખ્યા હોઈએ તો શરીર હવાની આવજાથી ટેવાઈ જાય છે , ને શરદી સળેખમ આદિથી બચી જાય છે. હવાના પ્રકરણમાં આ વિષય ઉપર કહેવાઈ ગયું છે, એટલે અહીં વાયુ વિશે વધારે કહેવાપણું રહેતું નથી.