લખાણ પર જાઓ

આવો આવો શ્રીજી સ્વામી

વિકિસ્રોતમાંથી
આવો આવો શ્રીજી સ્વામી
પ્રેમાનંદ સ્વામી


આવો આવો શ્રીજી સ્વામી

આવો આવો શ્રીજી સ્વામી આવો, આવીને મારે મંદિર પધારો;
મંદિર પધારો મારો જનમ સુધારો... ટેક

જરકસી જામો પહેરી, સુંદર સુરવાળ પહેરી;
પાવમાં હું મોજડી પહેરાવું, આવીને મારે મંદિર પધારો... આવો આવો ૧

માથે મુગટ મૂકી, મોતી તોરા રહ્યાં ઝૂકી;
ભાલમાં હું ચાંદલો કરાવું, આવીને મારે મંદિર પધારો... આવો આવો ૨

કાનમાં કુંડળ પહેરી, કંઠમાં માળા પહેરી;
ગળામાં હાર હું પહેરાવું, આવીને મારે મંદિર પધારો... આવો આવો ૩

સહજાનંદ આવો, તમે ગુણાતીત આવો;
શાસ્ત્રીજી મહારાજ આવો, તમે યોગીજી મહારાજ આવો... આવો આવો ૪

પ્રમુખસ્વામી આવો, તમે અક્ષર મુક્તો આવો;
પ્રેમે કરી આરતી ઉતારું, આવીને મારે મંદિર પધારો... આવો આવો ૫