આ તે શી માથાફોડ !/૬. પણ મારી બા ને કહે ને !
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
← ૫. મારી બાને ખબર ન પડે, હો ! | આ તે શી માથાફોડ ! ૬. પણ મારી બા ને કહે ને ! ગિજુભાઈ બધેકા |
૭. પાપ લાગે → |
: ૬ :
પણ મારી બા ને કહે ને !
❊
પણ મારી બા ને કહે ને !
“એલા લખુડા ! ત્યાં એકલો એકલો રસોડામાં શું કરતો'તો ?”
“કંઈ નહિ.”
“કંઈ નહિ કેમ ? કંઈક ખાતો'તોને ? આ દૂધવાળી મૂછો થઈ છે. દૂધ નહોતો પીતો ?”
“હા, તે મારી બાએ કીધું'તું કે છાનોમાનો જઈને દૂધ પી આવ. મે'માનનાં આટલાં બધાં છોકરાં ભેળાં થયાં છે તે દૂધ ક્યાંથી કાઢવું ?” “પણ એમ સૌને મૂકીને એકલાં પિવાય ?” “પણ મારી બાને કહેને ! એણે મને કીધું.”