આ તે શી માથાફોડ !/૯. શુ કરીએ ભાઇ, ક્રોધ ચડે ત્યારે ?

વિકિસ્રોતમાંથી
← ૮. પણ...? આ તે શી માથાફોડ !
૯. શુ કરીએ ભાઇ, ક્રોધ ચડે ત્યારે ?
ગિજુભાઈ બધેકા
૧૦. રમુને કેમ માર્યો ? →


: ૯ :
શું કરીએ ભાઇ, ક્રોધ ચડે ત્યારે ?

“કેમ, શિક્ષણપત્રિકા વાંચી ?”

“હા; એમાં તો કાંઈ રસ ન આવ્યો.”

“માબાપો બાળકોને શા માટે મારે છે તે વાંચ્યું ?”

“તે માર્યા વિના કેમ ચાલે ? આ જો ને ઓલ્યા છોકરે જઈને પગ ભાંગ્યો તે દાઝ ન ચડે ? એવું કરી આવે તો ધબોડી જ નાખવો જોઈએ ના ?”

“પણ પડ્યા ઉપર પાટુ ?”

“પણ શું કરીએ ભાઈ ક્રોધ ચડે ત્યારે ?”