કલ્યાણિકા/કર્મચરિત્ર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પરમાર્થ કલ્યાણિકા
કર્મચરિત્ર
અરદેશર ખબરદાર
કર્મનાં પ્રતિબિંબ →
રાગ આસાવરી - તાલ ત્રિતાલ


બાબા ! છોડ કર્મની છાયા ! કર્મે સહુ રંગાયા ! - (ધ્રુવ)

કર્મે પાપી, કર્મે ધર્મી,
કર્મે રંક ને રાયા;
કર્મ જ સહુને નાચ નચાવે,
કર્મે સહુ બંધાયા :
બાબા ! છોડ કર્મની છાયા !

કર્મે જડ ચેતનની લીલા,
પળપળ નવનવ માયા;
કર્મ સકળ સુખદુખ પ્રકટાવે,
ભોગી રોગી કાયા :
બાબા ! છોડ કર્મની છાયા !

કર્મે દાની, માની, જ્ઞાની,
મર્મે નીચ ગણાયા;
કર્મે લાખી, કર્મે ખાખી,
કર્મે મૂરખ ડાહ્યા :
બાબા ! છોડ કર્મની છાયા !

કર્મે તપ તીરથ ને પૂજા,
કર્મે ત્રિભુવનપાયા ;
કર્મ જ જન્મતણું છે કારાણ;
કર્મે સહુ વાહ્યા !
બાબા ! છોડ કર્મની છાયા !

કર્મસૂતરના દોરા વણી વણી
આપ જ મહીં ગૂંથાયા;
માયાનો શણગાર સજાવી
મંદિરદેવ સ્થપાયા !
બાબા ! છોડ કર્મની છાયા !

કર્મ કાળરૂપ સહુને બાઝે,
એમાં સહુ અટવાયા;
કર્મ છૂટ્યે જન્માંતર છૂટે :
અદ્દલ ન રહો અથડાયા !
બાબા ! છોડ કર્મની છાયા !

-૦-