કલ્યાણિકા/ટિપ્પણ/અગમની ઓળખ
Jump to navigation
Jump to search
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
-૦-
← ટિપ્પણ:અનિર્વાચ્ય પરતત્ત્વ | કલ્યાણિકા ટિપ્પણ : અગમની ઓળખ અરદેશર ખબરદાર |
ટિપ્પણ:માલિકને દરબાર → |
ઈશ્વર અગમ્ય છે. એ મનુષ્યની કલ્પના કે બુદ્ધિમાં આવી શકતો નથી. એવા અગમ્ય તત્ત્વની સમજણ, હે સંતો, કોણ આપી શકે ?
કડી ૪ - ૫ તારા, સૂર્ય, ચન્દ્ર, સમુદ્ર, પૃથ્વી આદિ ઈશ્વરની વિભૂતિઓ છે. પણ એ કોઈ ઈશ્વરનું સ્વરૂપ સમજાવતાં નથી. હંમેશાં મૂંગાંજ રહે છે. લાખો નામે લોકો એની પૂજા કરે છે, પણ એ પોતાનું રહસ્ય ખોલતાં નથી. મનુષ્યના અંતરમાં ઈશ્વરનું ચૈતન્ય ઝળકી રહ્યું છે. પણ બહાર તો માટીની કાયા જડ દેહ જ છે. એ અંદરનું ચૈતન્ય જાણકાર જ સમજી શકે છે. પાટી પર અક્ષરો લખાયા હોય તે જેને અક્ષરનું જ્ઞાન હોય તે જ ઓળખી શકે છે, પાટી જાતે એનો ઉચ્ચાર કરતી નથી, તેમ પ્રકૃતિનાં તત્ત્વો ઈશ્વરના સંદેશવાહક છે, પણ એ જાતે એ સંદેશ ઉચ્ચારી બતાવતાં નથી; જેને એ સંદેશ વાંચી શકનાર જ્ઞાનચક્ષુ હોય તે જ એ સમજી ને સમજાવી શકે છે.