કલ્યાણિકા/ટિપ્પણ/અનિર્વાચ્ય પરતત્ત્વ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:ઊડવાં આઘાં આઘાં રે કલ્યાણિકા
ટિપ્પણ : અનિર્વાચ્ય પરતત્ત્વ
અરદેશર ખબરદાર
ટિપ્પણ:અગમની ઓળખ →


કડી ૨ વેદ, પુરાણ, કુરાન, અવસ્તા આદિ જે રીતે ઈશ્વરની ઓળખાણ આપે છે તે રીતે હું એનું સ્વરૂપ લોકોને સમજાવું છું. પણ જેમ અક્ષર ન હોય ને માત્ર કાનો માત્રા લખ્યાથી કોઈ વર્ણ-ઉચ્ચાર કરી શકાય એવો વર્ણ-નીપજતો નથી, તેમ તું કેવળ અગોચર છે તેને વાણી જેવા અપૂર્ણ ને બાહ્ય સાધનો વડે શી રીતે સમજાવી શકું ?

-૦-