કલ્યાણિકા/ટિપ્પણ/અનુભવ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:જીવનઘાટના ઘા કલ્યાણિકા
ટિપ્પણ : અનુભવ
અરદેશર ખબરદાર
ટિપ્પણ:પ્રાર્થના →


જેને દુઃખનો અનુભવ થયો હોય તે જ દુખિયાની સ્થિતિ સમજી શકે છે. સુખી પુરુષો એની કલ્પના કરી શકતા નથી.

કડી ૩ - ૪ - ૫ જ્યાં છ છ મહિના સુધી રાત રહે છે ને ધ્રૂજાવી નાખે એવી ઠંડી પડે છે ને કોઈ પણ ઉપાયથી તે અટકતી નથી એવા ધ્રુવ પ્રદેશના સંકટનો ખ્યાલ બીજા પ્રદેશમાં રહેનારા લોકોને આવતો નથી. દિલમાં ભડકા ઊઠે છે ને ઉપર આકાશમાં મેઘ ઘોર ગર્જન કરી રહ્યા છે પણ મંદિરમાં ઘંટોનો એટલો અવાજ થઈ રહ્યો છે કે ભક્તોને એનો ખ્યાલ આવી શકતો નથી. અર્થાત્‌ ઉપાસના આદિ બાહ્ય સાધનોમાં ગૂંચવાએલા ભક્ત હૃદયને પ્રભુના વિરહની વેદનાનો ખ્યાલ આવી શકતો નથી. હે પ્રભુ, તારા પ્રેમની કટારી આજે મારા હૃરદયને વાગી ગઈ છે. બોલીને ન કહી શકાય એવી તારા ભક્તની એ વિરહવેદના તારા સિવાય કોઈ મટાડી શકે એમ નથી.

-૦-