કલ્યાણિકા/ટિપ્પણ/અમૃતતૃષા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:થાળની ભેટ કલ્યાણિકા
ટિપ્પણ:અમૃતતૃષા
અરદેશર ખબરદાર
ટિપ્પણ:પ્રભુપ્રેમના પાગલ →


જગતના દુઃખમય અનુભવોને લીધે દિલમાં દાહ ઊઠ્યો છે. તેને મટાડે એવા અમૃતની તીવ્ર ઉત્કંઠા પ્રદર્શિત કરે કવિ સંતોને ઈશ્વરના ભક્તોને પોતાની સાથે લેવા વિનવે છે.

કડી ૪ - કારણ કે પાર્થિવ જળથી સંતોષાય એવી અમારી તૃષા નથી. કોણ જાણે શાથી આ બળતી ને બાળતી પૃથ્વી પર અમે આવી પડ્યા છીએ ! અર્થાત્ બાહ્ય જગતની વસ્તુઓ આત્માની તૃષા સંતોષી શકે એમ નથી.

કડી ૫ - એ અમૃત - નિર્વાણ, મોક્ષ, ઈશ્વરસાન્નિધ્ય, પ્રભુકૃપાનાં અમૃત- માટેની તરસની પીડા ઘણી સખ્ત છે. આખું જીવન વેદનાભરપૂર-બળતા રણ જેવું લાગે છે. કવિ સંતો ને ભક્તો પાસે માગણી કરે છે કે આ એક જીવનની નહિ પણ ભવેભવની તૃષા મટાડે-જીવનનાં અંતિમધ્યેયનો સાક્ષાત્કાર કરાવે-એવું અમૃત મને કોઈ મેળવી આપો.

-૦-