કલ્યાણિકા/ટિપ્પણ/આતમાનો સગો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:રસરેલ કલ્યાણિકા
ટિપ્પણ:આતમાનો સગો
અરદેશર ખબરદાર
ટિપ્પણ:દર્શનની ઝંખના →


અંગનાં એટલે કે પાર્થિવ સંબંધનાં સગાંઓ દૂર છે કે પાસે છે તે પણ મારાથી પરખાતું નથી. તું જ મારા આત્માનો સગો છે અને મારું હૃદય તારું જ સગપણ કબૂલ કરે છે. તું મને મૂકીને ક્યાંય નહિ જાય એવી મને ખાતરી છે.

કડી ૨. માટીનું બનેલું સ્થૂળ શરીર ને રેતીનાં બન્યાં હોય એવાં જૂઠાં સગાંવહાલાંઓમાં વિશ્વાસ રાખીને આખી દુનિયા ભ્રમણામાં પડી છે કારણ કે જેની આંખને હૃદયના ચેતનનો પ્રકાશ નથી સાંપડ્યો, અર્થાત્ જેને આધ્યાત્મિક દૃષ્ટિ નથી મળી, તેને તું શી રીતે દેખાવાનો હતો ?

કડી ૩. શુક્લ પક્ષમાં ચન્દ્રનું તેજ ખીલે છે, પણ અમાસ આવ્યે ચન્દ્રિકાનો પ્રકાશ જતો રહે છે ને દુનિયામાં અંધકાર ફેલાય છે; કારણ કે ચન્દ્રનું તેજ એ તેના આત્માનું પોતાનું તેજ નથી. એ તો પરતેજે પ્રકાશે છે. તે જ રીતે સગાંવહાલાંઓ એ આત્માનાં સાચાં સગાંવહાલાં નથી. એમની માયામમતા જૂઠી હોય છે. આત્માનો સાચો સગો તો ઈશ્વર જ છે.

-૦-