કલ્યાણિકા/ટિપ્પણ/આત્માનંદ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:સર્વગોચર કલ્યાણિકા
ટિપ્પણ : આત્માનંદ
અરદેશર ખબરદાર
ટિપ્પણ:માલિકની મહેર →


કડી ૧ હૃદયમાં ભક્તિભાવનો ચંદ્ર ઊગતાં સર્વત્ર પ્રેમામૃત રેલાઈ રહે છે ને આનંદ આનંદ વ્યાપી રહે છે. જ્યાં સ્નેહની સુવાસ સ્ફુરે છે ત્યાં આખી સૃષ્ટિ સુગંધિત બને છે. પણ સૃષ્ટિમાં પોતાની કોઈ સુગંધ નથી. એ સુગંધ તો મનુષ્યના પોતાના હૃદયની છે. સૃષ્ટિના જડ પદાર્થોમાં કોઈ પોતાના ગુણ નથી. એ તો આપણે પોતે આરોપેલા ગુણો એમાં દેખાય છે.

કડી ૩. જીભને જે ગળ્યા તીખા ખાટા વગેરે રસોના આસ્વાદ આવે છે તે ખરી રીતે જોતાં જીભના પોતાના ગુણ પર આધાર રાખે છે. એનામાં પોતાનામાં સ્વાદ લેવાની શક્તિ ન હોય તો સૌ રસો નકામા છે. તેમ જે હૃદયમાં સ્પંદન-ધબકાર ન થાય, જે ચેતનવંતું ન હોય પણ કેવળ શૂન્ય જડ જેવું બન્યું હોય, તે શો રસ લૂંટી શકે ? તેને પ્રભુના પ્રેમામૃતનો સ્વાદ ક્યાંથી આવે ?

કડી ૫ જે આંખમાંથી તેજનાં કિરણો ફૂટે નહિ, જેમાંથી નૂર વહે નહિ તે આંખો આંધળીજ ગણાય. અજ્ઞાનીને ચૈતન્યના આનંદનો કદી અનુભવ મળે નહિ. મારે ખભે હું આખા જગતનો ભાર હસતે મુખે આનંદથી ઉપાડી લ‌ઉં છું, કારણ કે મારા હૃદયમાં પ્રભુનો આનંદ ભરપૂર ભરેલો છે.

-૦-