કલ્યાણિકા/ટિપ્પણ/ઉરની ભરતી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:મનબંધન કલ્યાણિકા
ટિપ્પણ : ઉરની ભરતી
અરદેશર ખબરદાર
ટિપ્પણ:માયાની લગની →


કડી ૧ - ૨ હે ઈશ્વર, હું તને મારા મનમાં શી રીતે રમાડું ? મારૂં મન તારી પ્રત્યે શી રીતે વાળું ? મારા શરીરમાં ને મનમાં ખૂબ બળપૂર્વક માયાએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. જરા પણ જગા તારે માટે બાકી રહી નથી. તેમાં તારું ગાન કરી આનંદ પામવા મને સહેજ પણ અવકાશ મળતો નથી. પહેલાં તો માયા મારા પ્રેમનું પાત્ર-પ્રિયતમા-બનીને મારા મનમાં પેઠી ને હવે એણે મારું આખું જીવન કબજે કરી લીધું છે.

કડી ૪ - ૫ આ જગતમાં જે ભિન્ન ભિન્ન પદાર્થો દેખાય છે તે નામ તથા રૂપને લીધે જુદા જુદા દેખાય છે. તત્ત્વ તો સૌની પાછળ એક જ છે. એ નામ રૂપની વ્યાખ્યા કરવા, એનાં લક્ષણો પકડવા, તું હુંરૂપે અર્થાત્‌ માનવી સ્વરૂપે જગતમાં આવ્યો. एकोऽहं बहु स्याम़ હું એક છું તે અનેકરૂપે થાઉં, એવી ઈચ્છા કરી તું જ જુદા જુદા સ્વરૂપે જગતમાં આવ્યો. પણ એ નામ ને રૂપ-સંસારના પદાર્થો-મનના માયારૂપી કૂવામાં જઈને બંધાઈ પડ્યાં. પણ હૃદયમાં હું ભક્તિભાવની એવી જબરી ભરતી ચઢાવું ને તારી લગની એવી લગાડું કે માયા ધીરે ધીરે મનમાંથી હટતી જશે ને મન હાલ માયામય છે તે પછી હરિમય થઈ રહેશે.

-૦-