કલ્યાણિકા/ટિપ્પણ/ઊડવાં આઘાં આઘાં રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:એક જતારી ઓથ કલ્યાણિકા
ટિપ્પણ : ઊડવાં આઘાં આઘાં રે
અરદેશર ખબરદાર
ટિપ્પણ:અનિર્વાચ્ય પરતત્ત્વ →


અંતિમ પદની પ્રાપ્તિ કરવા માટે આધ્યાત્મિકતાના પ્રદેશમાં ઘણે આઘે પ્રવાસ કરવાનો છે. સંસારના માર્ગોથી બહુ દૂર પ્રભુના પંથે જવાનું છે.

કડી ૫ વિહંગો-પક્ષીઓ આઘે આકાશમાં ઊડે છે ને જેમ જેમ એ દૂર ઊંચે ઊડે છે તેમ તેમ દિગંત ( દિશાનો છેડો ) દૂર હઠતી જાય છે. જેમ જેમ આધ્યાત્મિકતાના પ્રદેશમાં આગળ ને આગળ પ્રવાસ કરતા જઈએ છીએ તેમ તેમ તેની સીમા આઘી ને આઘી જતી જાય છે. સાચા સુખરૂપી પતંગ બહુ ઊંચે ઊડી રહ્યો છે તેનો દોર હાથમાં શી રીતે આવે ?

કડી ૮ આશાનું રહેઠાણ બહુ દૂરના પ્રદેશમાં છે-બહુ દૂરની વસ્તુની આશા રાખી છે ને પ્રાણને પણ બહુ દૂરનો પ્રવાસ કરવાનો છે. આત્માને એ આધ્યાત્મિકતાના દૂર પ્રદેશમાં ઉડાવતાં પ્રેમ ને કલ્યાણની પ્રાપ્તિ થશે.

-૦-