કલ્યાણિકા/ટિપ્પણ/એક જતારી ઓથ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:યોગ કલ્યાણિકા
ટિપ્પણ : એક જતારી ઓથ
અરદેશર ખબરદાર
ટિપ્પણ:ઊડવાં આઘાં આઘાં રે →


હે પ્રભુ ! એક તું જ મારો આધાર છે, તું જ મારું જીવન છે, તારા સિવાય બીજું બધું ખાલી છે.

કડી ૨ તારા વિના પૃથ્વી, સાગર આદિ તારી રચના નકામી છે. એ તો તારી રચનાની રમત માત્ર છે. ચેતનના આધાર વિના જડ વસ્તુ જેમ કેવળ નિષ્ક્રિય રહે છે, તેમ તારા વગરનું અંતર પણ તદ્દન ખાલી ભાસે છે. મને માત્ર તારો જ આધાર છે.

કડી ૪ સમુદ્રને તરી જવા કોઈ વહાણમાં બેસે અને વહાણ તૂટી જાય, તેમ સંસાર સાગરને તરવા મેં બાહ્ય સાધનો અજમાવ્યાં પણ તે સર્વ નિષ્ફળ નીવડ્યાં. ઈશ્વરના નામનો તરાપો મળે તો જ સંસારસમુદ્ર તરી શકાય. ઈશ્વરભક્તિ વડે જ મોક્ષપદની પ્રાપ્તિ થઈ શકે.

-૦-