કલ્યાણિકા/ટિપ્પણ/કમળતલાવડીનો હંસલો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:દિવ્ય પ્રતિબંધ કલ્યાણિકા
ટિપ્પણ: કમળતલાવડીનો હંસલો
અરદેશર ખબરદાર
ટિપ્પણ:આવરણ →


કમલોથી ભરેલી તલાવડી આગળ હંસ ઊભો રહ્યો છે. કમલો પર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે ને હંસ પોતાની પાંખ બીડી તલાવની, કમલની ને ભ્રમરની સુદરતા પર મુગ્ધ થઇ ઊભો રહ્યો છે.

કડી ૪. પણ આ સર્વ સૌન્દર્ય ક્ષણજીવી છે. એક ઘડીમાં મનને મોહ પમાડી એ ઊડી જાય છે. પણ હંસ આંખ મીંચી ઊભો રહ્યો છે તેને ખબર નથી કે આ સુંદરતા ક્યાં સુધી ટકશે ? પાર્થિવ વિષયોની મોહિનીથી મુગ્ધ બનેલો જીવ જાણતો નથી કે એ સૌ ક્યાં સુધી ટકશે ?

કડી ૬. કમળતલવડી પર ઊભા રહેલા હંસ ! પાર્થિવ વિષયોના આકર્ષણમાં ભમી રહેલા જીવાત્મા ! તારી આંખો ખોલ, સાચું જ્ઞાન મેળવ ! ભલે ભમરા કમળ પર ગુંજારવ કરે, વિષયી જીવો વિષયોમાં ભલે અટવાય. તે તારી પાંખ શા માટે બીડી રાખી છે ? તું ઉચ્ચ આધ્યાત્મિક પ્રદેશનો પ્રવાસી છે. તું તારે ઊડ્યો જા !

-૦-