કલ્યાણિકા/ટિપ્પણ/કર્મચરિત્ર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:પરમાર્થ કલ્યાણિકા
ટિપ્પણ: કર્મચરિત્ર
અરદેશર ખબરદાર
ટિપ્પણ:કર્મનાં પ્રતિબિંબ →


કડી ૫. સૂતરના દોરા વની તેનું દોરડું બનાવી જેમ કોઈ માનસ તેમાં ફસાય, તેમ કર્મરૂપી સૂતરને વણીવણી તેનું દોરડું બનાવી આત્મા પોતે જ તેમાં બંધાઈ ગયો છે - જગતની ઉપાધિમાં ફસાઈ ગયો છે. મંદિરમાં દેવની સ્થાપના કરવામાં આવે છે તે પણ માયાની ઉપાધિને લીધે જ. નિર્ગુણ નિરાકાર નિરંજન બ્રહ્મને માયાવિષ્ટ બનાવી તેની સગુણ ઈશ્વર તરીકે ઉપાસના કરવામાં આવે છે, તે જ રીતે કર્માદિના બંધનને લીધે શુદ્ધ મુક્ત આત્મા જીવાત્મા તરીકે નાના પ્રકારના ભેદભવમાં ભમે છે.

-૦-