કલ્યાણિકા/ટિપ્પણ/છુપામણાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:તદ્રૂપતા કલ્યાણિકા
ટિપ્પણ: છુપામણાં
અરદેશર ખબરદાર
ટિપ્પણ:સત્યની શોધ →


મારો પ્રભુ સંતાઈ ગયો છે. એને ક્યાં શોધું ? નીચે, પૃત્વી પર લીલાના - માયાના - અનેક પડદા પડ્યા છે. ઉપર, આકાશમાં અસંખ્ય તારાઓનું ટોળું જામ્યું છે. એ સર્વમાં મારો પ્રભુ ક્યાંક સંતાઈ રહ્યો છે. દશે દિશાની દોર બનાવી હું ઊંચા આભને હીંડોળું છું. આ બાજુ વાદળો ને પેલી તરફ તારાઓ: બન્ને વચ્ચે મારું ભોળું હૃદય ઝોલાં ખાય છે. મારો પ્રભુ જડતો નથી ને જીંદગી મને નીરસ ભાસે છે. કોઈ સંત પુરુષ મને માર્ગ બતાવો, કારણ કે બ્રહ્માંડ ગમે તેટલું મોટું હશે પણ પ્રેમ આગળ એનો વિસ્તાર કંઈ વિસાતમાં નથી. આ મહાવિશાળ વિશ્વમાં છુપાએલી વસ્તુને પ્રેમ તરત પકડી શકે છે. "પ્રેમના તંતમાં સંત ઝાલે."

-૦-