કલ્યાણિકા/ટિપ્પણ/જીવનઘાટના ઘા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:વચન કલ્યાણિકા
ટિપ્પણ : જીવનઘાટના ઘા
અરદેશર ખબરદાર
ટિપ્પણ:અનુભવ →


પ્રભુ, તું મને ઘા પર ઘા મારી રહ્યો છે, એક પછી એક વેદના મોકલી રહ્યો છે, પણ એ ઘા મારા જીવનને ઘડી રહ્યા છે-સુધારી રહ્યા છે-એમ માની એને ફૂલ સમા ગણી હું વધાવી લ‌ઉં છું. દુઃખાનુભવથી હૃદય આર્દ્ર થઈ ભક્તિભાવે તારા તરફ વળશે એમ માની હું સર્વ વિપત્તિઓને સહર્ષ સ્વીકારી લ‌ઉં છું.

કડી ૪ લોખંડ પર કાટ ચઢ્યો હોય છે ત્યારે જેમ કાનસ ફેરવી એ કાટ કાઢી નાખવામાં આવે છે તેમ મારા હૃદય પર લાગેલો માયા વાસના આદિનો કાટ તેં મોકલેલી વિપત્તિરૂપી કાનસ વડે સાફ થઈ રહ્યો છે. વિપત્તિ સહન કરીકરીને મારું હૃદય નિર્મળ થઈ જશે. અને પછી જેમ પારસમણિનો સ્પર્શ થતાં લોખંડ સુવર્ણ બની જાય છે તેમ તારી ભક્તિનો પારસમણિ મારા હૃદયને અડકતાં એ શુદ્ધ સુવર્ણરૂપ અર્થાત્‌ કેવળ ચૈતન્યરૂપ ઈશ્વરમય થઈ જશે, એવી મને શ્રદ્ધા છે.

-૦-