કલ્યાણિકા/ટિપ્પણ/થાળની ભેટ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ કલ્યાણિકા
પ્રકરણ નામ
અરદેશર ખબરદાર
ટિપ્પણ:અમૃતતૃષા →


વિવિધતાને વિચિત્રતાથી ભરેલા વિશ્વમાંથી તીર્થે તીર્થે ભટકીને બધામાંથી અમૃતરસ લઈને પ્રભુને ધરાવવા માટે કવિ થાળ તૈયાર કરે છે. કાશી જેવાં અનેક તીર્થોથી પવિત્ર જળ ભરી લાવતા કાવડિયા સાધુની જેમ આ કવિની થાળમાં પણ અનેક અમૃતરસ ભરેલા છે.

કડી ૪ - વેદના રૂપી અમૃતવડે જામેલો આંખમાંથી ઝરતો હ્રદયકમળનો રસ-એ મારું અમૃત તત્ત્વ છે, અને વિશ્વમાં બીજે સ્થળે એ જડે એમ નથી. જગતની વેદનાના અનુભવે આર્દ્ર બનેલા હૈયાનો રસ-ભક્તિભાવ-એને કવિ પોતાના જીવનનું અમર તત્ત્વ-ઈશ્વરને ભેટ ધરવા યોગ્ય ગણાવે છે.

-૦-