કલ્યાણિકા/ટિપ્પણ/દર્શનની ઝંખના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:આતમાનો સગો કલ્યાણિકા
ટિપ્પણ: દર્શનની ઝંખના
અરદેશર ખબરદાર
ટિપ્પણ:તદ્રૂપતા →


ઈશ્વરના દર્શનની ઝંખના કવિના હૃદયમાં જાગે છે ને એ એને સર્વત્ર ઢૂંઢે છે. હૃદયમાં ભાવનો સમુદ્ર ઉભરાય છે.આકાશને અડે એટલાં ઊંચાં મોજાં એમાં આવે છે પણ છેવટે તો એ મોજાંઓ કૂદી કૂદીને કિનારે અટકે છે. ઈશ્વરનાં દર્શન થતાં નથી. વીજળીની પાંખ પર ચઢીને આકાશને સૃષ્ટિ એ ખોળી વળે છે.સૂર્યચન્દ્રની પીઠ પર બેસીને કિરણે કિરણ ઢૂંઢી વળે છે. સ્વર્ગ ને પાતાળના ભેદ ખોલે છે. તારા, ઉષા, સન્દ્યા, ઈન્દ્રધનુષ, રાત, દિવસ ઈત્યાદિમાં ઈશ્વરને શોધવા કવિ મથે છે પણ એમાં સંપૂર્ણ દર્શન થતાં નથી.

કડી ૭. એ ઈશ્વર અંદર હશે કે બહાર છુપાયો હશે ? એનો આકાર કેવો હશે ?મારામાં ને તારામાં સર્વત્ર એ જ રહેલો છે, તો એના જુદા આકરની ક્લ્પના શી રીતે કરવી ? એ તો આપણી આંખની કીકીમાં જ વસ્યો છે. એ દૃશ્ય નથી પણ દ્રષ્ટા પોતે જ છે. એને ક્યાં જોવા જવો ? મારી કીકીનાં દ્વાર કોઈ ખોલો, અર્થાત્ આત્માની દૃષ્ટિ ઉઘાડો તો એનાં દર્શન થશે.

-૦-