કલ્યાણિકા/ટિપ્પણ/દિવ્ય પ્રતિબંધ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:તલાવડી દૂધે ભરી રે કલ્યાણિકા
ટિપ્પણ: દિવ્ય પ્રતિબંધ
અરદેશર ખબરદાર
ટિપ્પણ:કમળતલાવડીનો હંસલો →


મારી પાસે અનેક પ્રકારની સંપત્તિ છે, તોયે પગલે પગલે મને અંતરાયો કેમ નડે છે?

કડી ૨-૩. મારે માટે આ અનંત ને ઊંડું આકાશ ઊડવા માટે છે. છતાં દિશાના છેડા જોઇ હું ડરી શા માટે જાઉં છું? હૃદયમાં ઊંડેઊંડે અદ્ભુત આશા રહેલી છે, પણ એના તંતુ તૂટી કેમ જાય છે?અલૌકિક સ્વપ્નોમાં હું રમી રહું છું, તો પણ નસીબમાં આખરે મારે આ પૃથ્વીની ધૂળ જ કેમ રહે છે ? મારા મુખ પર સુંદર સ્મિત ફરકી રહે છે, છતાં હૈયામાં આ કયા કાંટા ભોંકાય છે ? અર્થાત્ હું શુદ્ધ, મુક્ત સ્વતંત્ર આત્મતત્ત્વ છું, છતાં આ જડ જગતનાં બંધનો મને કેમ બાંધી રહ્યાં છે ?

કડી ૫. મારે પગલે પગલે તારા દિવ્ય પાશો-તારી માયાનાં અલૌકિક બંધનો રહ્યાં છે, તેમ છતાં મારો આત્મા પોતાની પાંખ વીંઝે છે. ઉચ્ચ આધ્યાત્મિક પ્રદેશમાં ઊડવા એ પ્રયત્ન કરી રહ્યો છે. તારા ગગનમાં પ્રેમના પાવક પ્રજળે છે, છતાં આ કઇ શક્તિ મારી આંખને ઢાંકી રહી છે ? ઈશ્વરનો પ્રેમ પ્રવાહ અખંડ વહી રહ્યો છે, છતાં માયા મનુષ્યની દૃષ્ટિને આવરી રહી છે.

-૦-