કલ્યાણિકા/ટિપ્પણ/દિશાસૂચન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:સત્યની શોધ કલ્યાણિકા
ટિપ્પણ: દિશાસૂચન
અરદેશર ખબરદાર
ટિપ્પણ:પ્રભુની સ્નેહઠગાઈ →


સંત પુરુષ વગરનો પ્રભુનો માર્ગ કોઈ બતાવી શકે એમ નથી. ભલે લાખો પુસ્તકો પઢો પણ અનુબવી સંતો વગર એ માર્ગના કોઈ ભોમિયા થઈ શકે એમ નથી. જગતના માર્ગ કરતાં એ માર્ગ ઘણો વિચિત્ર અને અટપટો છે.

કડી ૨. દુનિયામાં નદી સમુદ્રને મળવા દો ડે છે, પણ આ માર્ગમાં તો સમુદ્ર નદીને મળવા દોડે છે, નદી પહાડ -પોતાનાં જ્ન્મસ્થાનને મળવા ઈચ્છે છે ને પર્વત પાતાળને પકડવા આતુર બને છે. અર્થાત્ માયાને લીધે અનેક પ્રકારનાં નામ ને રૂપના ભેદ વડે વિલસી રહેલો જીવાત્મા બધા ભેદભાવ મટાડી એક પરમાત્મ તત્ત્વમાં વિલીન થવા માગે છે, પણ વચ્ચે આડી દિવાલ ઊભી છે - અનેક અંતરાયો આવે છે, ને સંત પુરૂષ વિના એ અંતરાયો શી રીતે ઓળંગવા તે કોઈ બતાવી શકે તેમ નથી.

કડી ૬. વાદળાં ગગનને ઘેરી લે અને અંધારું ઘોર બને ત્યાં એક સૂર્ય વિના તો એ વાદળ પર ઈન્દ્રધનુષ્યનો ચમત્કાર કોણ બતાવશે ?

-૦-