કલ્યાણિકા/ટિપ્પણ/દૂર જતાં ડગલાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:પ્રભુનાં તેડાં કલ્યાણિકા
ટિપ્પણ : દૂર જતાં ડગલાં
અરદેશર ખબરદાર
ટિપ્પણ:દૂરની ઘંટડી →


આછો આછો પ્રકાશ-પ્રભુના તેજોમય રૂપનો આવે છે ને ઘડીમાં અદૃશ્ય થઈ જાય છે. એવા આછા ચમકાર કરી હૃદયમાં તલસાટ ઉપજાવે છે. મારો દીવો હવે ઝુમાય છે, ત્યાં વહાલાં સ્વજનો ! મને જીવતો રાખવાનું કરીને શા માટે સતાવો છો ? હવે જવા દ્યો.

કડી ૩ મારા આત્માને એના ઘરમાં પાછો પધરાવવા તેનું આંગણ લીંપીગૂંપીને તૈયાર કર્યું છે. પ્રભુને મળવાની બધી તૈયારી થાય છે. તેને મળવા માટે મેં ઉત્કટ સ્વપ્નો સેવ્યાં છે. મારી આંખ તેને જોવા-એ અગોચર પ્રદેશ તરફ-હું તાકી રહ્યો છું. હવે મારે પાછું ફરીને જોવાનું શી રીતે બને ? પ્રભુ પ્રત્યે જ નિરંતર ખેંચાઈ રહ્યો છું ને ત્યાંજ હવે જાઉં છું. હવે હું સંસાર તરફ પાછી દૃષ્ટિ શી રીતે કરી શકું ? મને શા માટે હજી બોલાવી-બોલાવીને થોભાવો છો ?

-૦-