કલ્યાણિકા/ટિપ્પણ/દેવનો મોક્ષ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:મુસાફર કલ્યાણિકા
ટિપ્પણ : દેવનો મોક્ષ
અરદેશર ખબરદાર
ટિપ્પણ:પ્રભુની પ્રીત →


મેં મારા મંદિરમાં દેવને સોનાના સિંહાસન પર પધરાવ્યા, મોંઘાં મોંઘાં ફૂલો એને ચઢાવ્યાં, ધૂપ ધરાવ્યા, દરરોજ એની પૂજા અર્ચના કરી. પણ મારું મંદિર તૂટી ગયું ને દેવ જતા રહ્યા ! બાહ્ય ઉપચારોથી પ્રભુ પકડી શકાતા નથી. એને તો સાચા હૃદયની ભક્તિ જોઈએ છે. આત્મા-પરમાત્માનું સાટું તો અંતરનું છે, તેને બહારની પૂજા કેમ સિદ્ધ કરે ?

-૦-