કલ્યાણિકા/ટિપ્પણ/પડછાયા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:માયાની લગની કલ્યાણિકા
ટિપ્પણ : પડછાયા
અરદેશર ખબરદાર
ટિપ્પણ:આવતી કાલનાં સ્વપ્નાં →


તું જે આ બાહ્ય ઉપાસના આદિથી દેવ રીઝવવા પ્રયત્ન કરી રહ્યો છે તે ખોટા છે. એ મૂળ વસ્તુ નથી, પણ પડછાયા છે. મનને મોહ પમાડનારી એ જૂઠી માયા છે.

કડી ૨ ધોબી જેમ કપડાંની ગાંસડી ઉપાડી જાય છે પણ એ તો પારકા કપડાં હોય છે એમાં એનું કંઈ હોતું નથી, તેમ તે પણ આ જીંદગીનો જૂઠો ભાર ઊંચકી લાંબી મજલ કાપી ને બળતા રણમાં ચાલ્યો, પણ એમાં સાચું તત્ત્વ કંઈ નથી.

કડી ૫ તત્ત્વચિન્તન ને ફિલસુફીની મિથ્યા વાતો છોડી દે. બહારથી દેખાડવાને ટીલાંટપકાં કર્યાં છે એ ટપકાં નથી, પણ માયાનાં ટપલાં ખાવા જેવું છે. ખોટા ધખારા છે. તે સૌ ભૂંસી નાખ. પળે પળે ફેરવાતી છાયા જૂઠી છે. મૂળ વસ્તુ તો જુદી જ છે, તેમ તારી આ બાહ્ય ઉપાસના પૂજા અર્ચના ફિલસુફી એ સૌ કેવળ ચાળા છે. એ છોડીને સાચો ભક્તિભાવ ગ્રહણ કર.

-૦-