કલ્યાણિકા/ટિપ્પણ/પરમાર્થ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:લોકદેવની સેવા કલ્યાણિકા
ટિપ્પણ: પરમાર્થ
અરદેશર ખબરદાર
ટિપ્પણ:કર્મચરિત્ર →


સંત પુરુષો હંમેશાં પારકાં માટે જીવે છે. એમના શ્વાસોચ્છ્વાસે પરોપકાર કરવાની ઈચ્છા વસી રહેલી હોય છે, બીજાનું ભલું કરવામાં એ પોતાનાં સુખ સગવડનો જરા પણ વિચાર કરતાં નથી. સૂર્ય, તારા, મેઘ, વૃક્ષો, નદીઓ, ચંદનવૃક્ષ એ સર્વે પોતે જાતે ઘસાઈ કષ્ટ વેઠી અગવડ ભોગવી અન્યનું ભલું કરે છે.

કડી. ૬ માથું મોટું પર્વત જેવું હોય, હંમેશા માથું અક્કડ ને અક્કડ રાખતો હોય, પણ એનું કુળ નીચનું હોય છે; સમુદ્ર જેવા લાંબા પહોળા દેખાવના હોય છે, પણ હ્રદય ભિખારી જેવું હોય છે; વિદ્યાવાન હોય, પણ એ વિદ્યા કોઈને ખપ ન લાગે એવો એનો ઉપયોગ કરતા હોય, હૃદયને સ્મશાન જેવું શૂન્ય બનાવી મૂક્યું હોય; એવા કેવળ સ્વાર્થમાં જ રચ્યાપચ્યા રહેનારા જીવો દુનિયાને શાપ સમાન છે. સંત પુરુષો તો જગતના ભલાને અર્થે જ જીવન ગાળે છે.

-૦-