કલ્યાણિકા/ટિપ્પણ/પૂર્ણ જીવનની સુંદરતા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:કર્મનાં પ્રતિબિંબ કલ્યાણિકા
ટિપ્પણ : પૂર્ણ જીવનની સુંદરતા
અરદેશર ખબરદાર
ટિપ્પણ:યોગ →


હે મન ! તું હંમેશાં તારા પોતાના જ તરંગમાં કેમ રચ્યું પચ્યું રહે છે ? સ્વ સિવાય બીજું તને કેમ સૂઝતું જ નથી ? " હું " એ જ વિશ્વનું સારસર્વસ્વ હોય એમ કેમ માની રહ્યું છે ? હું તું એ ભેદ વિશ્વના જીવનમાં છે જ નહિ. વિશ્વ આખું એક સૂત્રે ગૂંથાએલું છે.

કડી ૩ - ૪ - ૫ વૃક્ષના એક જ અંગમાં સુંદરતા રહેતી નથી. ફૂલ, પાંદડાં, ડાળી વગેરે વૃક્ષના જુદા જુદા ભાગો છે ને તે સર્વ મળીને આખા વૃક્ષને સુંદરતા બક્ષે છે એનો તું દાખલો લે. તું એકલો કંઈ નથી. બિન્દુ એ સમુદ્રનો ભાગ છે, પણ બિન્દુમાં કાંઈ આખો સમુદ્ર સમાતો નથી. તેમ કેવળ તારા અહંમાં આખું વિશ્વ નથી સમાયું. વિશ્વના ચૈતન્ય સાથે એકતા સાધી પૂર્ણ જીવન તું પ્રાપ્ત કરશે તો જ સાચી સુંદરતા તને મળશે. તું કેવળ તારી એકલી જાતમાં રચ્યો પચ્યો રહીશ તો જુદા જુદા પ્રકારનાં બંધનોમાં સપડાઈ જઈશ. એ જાતના જીવનનો મોહ ન રાખ. પણ હું-તુંના ભેદભાવ ભૂલી પૂર્ણ જીવનનો-વિશ્વજીવન સાથે એકતાને ધબકતા જીવનનો અનુભવી થા.

-૦-