કલ્યાણિકા/ટિપ્પણ/પ્રભુનાં તેડાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:સતત વિશ્વવસંત કલ્યાણિકા
ટિપ્પણ : પ્રભુનાં તેડાં
અરદેશર ખબરદાર
ટિપ્પણ:દૂર જતાં ડગલાં →


કડી ૩ - ૪ હે પ્રભુ, તું ક્યારે તારો વીજળીરૂપ સંદેશો મોકલશે ? ક્યારે આ તારા આકાશની પાટી પર એ સંદેશાના અક્ષરો મને સ્પષ્ટ રીતે વંચાશે ? તું તારું તેડું મોકલી મને તારી પાસે બોલાવી તારા સાચા સ્વરૂપનું ભાન ક્યારે કરાવશે ? વાદળાં ખસી જઈ આકાશ ખુલ્લું થાય છે તેમ સંસારની ઉપાધિઓ સરી જઈ અદૃશ્ય દ્વાર - મરણોત્તર પરલોકના જીવનનું દ્વાર ઊઘડશે ત્યારે લાખો સૂર્યોનાં તેજ ઝબૂકશે. તારું જ્યોતિર્મય રૂપ મને જોવા મળશે, ત્યારે જ મારી આંખ ઠરશે. (મરણ વેળા આંખ ઠરી જાય છે તેનો અહીં ધ્વનિ છે.) ત્યારે જ મને આનંદ મળશે.

-૦-