કલ્યાણિકા/ટિપ્પણ/પ્રભુની પ્રીત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:દેવનો મોક્ષ કલ્યાણિકા
ટિપ્પણ : પ્રભુની પ્રીત
અરદેશર ખબરદાર
ટિપ્પણ:મનબંધન →


ઈશ્વર જોડે પ્રીત બાંધવી એ સહેલી વાત નથી. એ કાર્ય તો માથું મૂકી કરવા જેવું વિકટ છે.

કડી ૩.એ કાંઈ મોજમજા કરવાનું સ્થાન નથી, પણ પ્રેમનું પવિત્ર મંદિર છે. માથું કાપીને જે પહેલાં આંગણામાં મૂકે તેને જ એ પ્રેમમંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર મળે છે. અર્થાત્‌ હુંપદ તજી, અહંભાવ ભૂલીને જે કેવળ તન્મય થઈ જાય તેના જ હૃદયમાં પ્રભુ પ્રત્યે સાચો પ્રેમભાવ પ્રકટે છે.

-૦-