કલ્યાણિકા/ટિપ્પણ/પ્રભુની સ્નેહઠગાઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ: દિશાસૂચન કલ્યાણિકા
ટિપ્પણ: પ્રભુની સ્નેહઠગાઈ
અરદેશર ખબરદાર
ટિપ્પણ: પ્રભુનો જ સાથ →


પ્રભુ જગતરૂપી રમકડું આગળ ધરીને પોતે છુપાઈ રહે છે. જગતની અનેક લીલા ને લાલચોમાં બધા લોભાઈને પ્રભુને પકડી શકતા નથી. પણ મારે જગતનું કામ નથી; મારે તો તારું જ કામ છે.

કડી ૬-૭. તેં રચેલી માયાના લટકે બધાં મોહ પામે છે. હું પણ માણસ છું એટલે ઘડીભર એનાથી ખેંચાઈ જાઉં છું. આ દુનિયાનાં સુખ વિલાસ વગેરેનાં આકર્ષણે બંધાઈ તને ભૂલી જાઉં છું. પણ ત્યાં તારો સાદ સંભળાતાં-તારી મદદ ખડી થતાં ભૂલમાં પડેલો મારો આત્મા ફરી જાગૃત થાય છે ને હું સમજું છું કે આ જગત દેખાય છે તે તું નથી, એમાં તારી અનેક પ્રતિમૂર્તિ -નકલો છે, પણ તારું સાચું સ્વરૂપ નથી. તારાં પ્રતિબિમ્બો છે - પણ મૂળ બિમ્બ તો બીજે જ છુપાયું છે. એવું તારું જગત મારે નથી જોઇતું. જેમ કોઈ મનુષ્ય બાળકને રમકડાં આપી પોતે સંતાઈ રહે તેમ તું મને જગતના વિવિધ પદાર્થો રૂપી રમકડાં આપી સંતાઈ રહ્યો છે. મારે શું આખી જીંદગી આવાં રમકડાંથી રમીને જ સંતોષ માનવો ? અમારે તારા વિયોગે રડવું રહ્યું, ને તું તો સંતાઈને જોયા કરે છે ! તું નવાંનવાં રમકડાં આપે છે પણ તે ભાંગી નહીં જાય ? આ ક્ષણભંગુર જગતના પદાર્થો ક્ષણજીવી જ રહેવાના. આવી તારી પ્રેમભરી બનાવટ શાશ્વત - હંમેશની - છે. પણ મારે એવું જગત નથી જોઈતું.

(પૂર્ણ)