કલ્યાણિકા/ટિપ્પણ/પ્રભુનો જ સાથ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:પ્રભુની સ્નેહઠગાઈ કલ્યાણિકા
ટિપ્પણ: પ્રભુનો જ સાથ
અરદેશર ખબરદાર
ટિપ્પણ: તલાવડી દૂધે ભરી રે →


મારે સ્વર્ગ જોઈતું નથી, મારે તો પ્રભુ ! ફક્ત તારો સાથ જોઈએ છે. તરા વિના બીજું સર્વ ઊણું ને અધુરૂં છે.

કડી ૪. વરસાદનાં થોડાંક બુંદ પડે કે કમોસમમાં માવઠું થાય તેથી જેમ પાક નીપજતો નથી, તેમ સ્વર્ગ મળ્યે મારા અંતરની આશા સંપૂર્ણ રીતે સંતોષાય એમ નથી. હું તો તારી કૃપાની ભરપૂર હેલીઓ વાંછું છું.

કડી ૬. સમુદ્રમાં મોતી પાકે એવું તારું નૂર છે. હું નાના સરખા બિન્દુ જેવો છું - પણ એ સિન્ધુનું - દરિયાનું બિન્દુ છું. એટલે આપણા બંનેનું પોત એક જ છે. બંનેમાં એક જ મૂળ તત્વ રહેલું છે. માટે મને તારો જ સાથ જોઈએ છે.

(પૂર્ણ)