કલ્યાણિકા/ટિપ્પણ/પ્રભુપ્રેમના પાગલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:અમૃતતૃષા કલ્યાણિકા
ટિપ્પણ:પ્રભુપ્રેમના પાગલ
અરદેશર ખબરદાર
ટિપ્પણ:રસરેલ →


અમે પ્રભુ પ્રેમમાં ઘેલા બની ગયા છીએ. બીજી કોઈ વસ્તુમાં અમારું ચિત્ત ચોંટતું નથી.

કડી ૨ - જગતનો ત્યાગ કરનારા સંન્યાસી શરીરે ભસ્મ ચોળે છે. અમે ઈશ્વરના પ્રેમમાં એટલા મસ્ત થઈ ગયા છીએ કે અમે બાહ્ય જગત બાળીને તેની રાખ અમારા શરીર પર ચોળી છે, અર્થાત્ જગતના બાહ્ય પદાર્થમાં અમને જરા રસ રહ્યો નથી. અમારી સર્વ વૃત્તિઓ કેવળ ઈશ્વર તરફ જ વળી છે.

કડી ૬ - જગતરૂપી વસ્ત્ર અમારે શા કામનું છે ? એ પહેરવાથી તો ઉલટું અમારું શરીર મેલું બને. અમને તો એ વસ્ત્રના પહેરનાર-પ્રભુ-તરફ પ્રેમ છે. જગતની ઉપાધિમાં પડવાથી અમારો આત્મા હીન બને. અમને તો જગતના સર્જકને ચાલક તરફ જ પ્રીતિ છે. પ્રેમી પ્રિયાનાં વસ્ત્રો નથી જોતો, એને તો પ્રિયાનાં જ દર્શન કરવાં હોય છે, તેમ અમારે ઈશ્વરકૃત જગત નથી જોઈતું, પણ જગત્કર્તા ઈશ્વર જ જોઈએ છે.

કડી ૮ - હદ્દ છોડીને એટલે આ સાન્ત જગત તજીને અમે બેહદમાં-અનન્તમાં-પ્રભુમયતામાં-ગયા. એ અનુભવ વર્ણવી શકાય એવો નથી. તમે ડાહ્યાં હો, દુનીયાદારીનાં માણસ હો, તો અમારા જેવા ઈશ્વર પાછળ પાગલ બનેલાઓના સાથમાં ન આવશો.

-૦-