કલ્યાણિકા/ટિપ્પણ/પ્રાર્થના

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:અનુભવ કલ્યાણિકા
ટિપ્પણ : પ્રાર્થના
અરદેશર ખબરદાર
ટિપ્પણ:સોદાગર →


કડી ૩ - ૪ માયાના પાશમાં મને બાંધવા જતાં ભક્તિના બંધનમાં બંધાઈ જઈને તું જ મારા હૃદયમાં સપડાઈ ગયો છે. મેં આખરે તારું સાચું સ્વરૂપ ઓળખી લીધું છે. હવે તો હું મુક્ત ન થાઉં ત્યાં સુધી તું પણ છૂટી શકે એમ નથી. વાદળાંઓ વરસી ગયા પછી આકાશ સ્વચ્છ થઈ જાય છે, તેમ દુઃખોને લીધે મારી આંખોમાંથી આંસુ સરી ગયા પછી હવે હૃદય આર્દ્ર થઈ સ્વચ્છ બન્યું છે. હવે હસીને કે રડીને મારે તારી પાસે કંઈ લેવાનું નથી. તારે પણ મારી પાસે કશું માગવાનું રહ્યું નથી. સાચું જ્ઞાન થતાં હવે લેવાદેવાનું કંઈ રહ્યું નહિ.

-૦-