કલ્યાણિકા/ટિપ્પણ/ભક્તવીરની વાંછા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:માલિકની મહેર કલ્યાણિકા
ટિપ્પણ : ભક્તવીરની વાંછા
અરદેશર ખબરદાર
ટિપ્પણ:સતત વિશ્વવસંત →


કડી ૪ - ૫ - ૬ મેં આ હારજીતની લડાઈ શરુ કરી છે. ત્યાં હવે પાછી પાની કર્યે, હાથ પાછા ખેંચ્ચે, નહિ ચાલે. જો હું હારી જઈશ તો આ જગતને એક જન્મ ગુમાવીશ, ને જીતીશ તો તને મેળવીશ; અર્થાત્ જન્મમરણના ચક્રમાંથી મુક્ત થઈશ ને સંસાર તથા તેની માયામાંથી છૂટી તને પ્રાપ્ત કરીશ. હું દુનિયાનો નહિ રહું, દુનિયા મારી નહિ રહે. પણ હું તારો થઈશ. તું મારો થશે, એમ આ લડતમાં હાર કે જીત ગમે તે મળે. એમાં બધી રીતે કલ્યાણ જ થવાનું છે. આધ્યાત્મિક બળે હું માયાનો પટ ચીરી તારાં દર્શન કરીશ. આકાશને વીંધીને ને પાતાળને ફોડીને, અર્થાત્ બ્રહ્માંડના ભેદો ઉકેલીને હું તારું તખ્ત ને તારો તાજ જીતી લઈશ. હું તારી પ્રાપ્તિ કરીશ. તે વેળા તું મને " માગ માગ " એમ કહેશે પણ હું શું માગું ? તારું હૃદય એ મારું જ છે. તું પોતે જ મારો છે. પછી મારે બીજું શું માગવાનું રહ્યું ? હું તો તને જ જીતી લેવા માગું છું.

-૦-